Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વડિયા જકાતનાકા પાસેથી 14,800 રૂ.ના વિદેશી દારૂ સાથે SRP જવાનને પકડી પાડતી LCB,નર્મદા,એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા)   રાજપીપળા : રાજપીપળા નજીકના વડિયા જકાતનાકા પાસેથી એલસીબી નર્મદાની ટીમે એક એસઆરપી જવાનને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 27 ડિસેમ્બરે રાતે એલસીબી ટીમે બાતમીના આધારે વડિયા જકાતનાકા આદર્શ નિવાસી શાળા પાસે વોચ રાખતા બાતમી વાળી વેગનઆર ફોર વ્હીલ ગાડી નં.GJ.27.H.0737 આવતા તેને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગલીશ દારૂ હોલ નંગ -૩૬ કિ.રૂ .૧૪,૮૮૦નો પ્રોહિ . મુદ્દામાલ અલ્પેશભાઇ નરસિંહભાઇ વસાવા( રહે,પોસ્ટ ઓફીસ ફળિયુ દેડીયાપાડા જી .નર્મદા) ના પાસેથી વેચાણ કરવાના ઇરાદે લાવતા એલસીબી ટીમે દારૂ લઇ ગાડીમાં આવનાર એસઆરપી જવાન વિજયકુમાર રમેશભાઇ વસાવા (રહે.જુના મોસદા રોડ દેડીયાપાડા )ને દારૂ,વેગન આર ગાડી અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે જ્યારે દારૂ આપનાર અલ્પેશભાઇ નરસિંહભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અર્થે રાજપીપળા પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.

(10:20 pm IST)