Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યું અસિત વોરાના રાજીનામાંની માગ સાથે આંદોલનનું એલાન

યુવરાજસિંહએ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપ્યું :અસિત વોરાનું રાજીનામુ નહીં લે તો મોટુ આંદોલન થશે: કાલે 11 વાગ્યે મહેશ સવાણી અને ગુલાબ સિંહ ઉપવાસ તોડશે.

અમદાવાદ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું સરકારને ચેતવણી આપતા સૂરે કર્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું નહિ આપે તો મોટા પાયે બે દિવસ બાદ ગુજરાત ભરમાં આંદોલનો થશે.અસિત વોરા શંકાના દાયરામાં છે જેથી બે દિવસ પછીનું અમારૂ આંદોલન મહત્વનું હશે. ના છૂટકે હવે અમે રોડ પર ઉતરીને આંદોલનનો રસ્તો પકડી શું. વધુમાં આંદોલન વિશે માહિતા આપતા કહ્યું હતું કે અમે સિગ્નેચર અભિયાન ચલાવીશું, અસિત વોરા પદ પર છે ત્યાં સુધી સરકારને પુરાવા નહીં મળે આથી સીટની રચના થવી જરૂરી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હોસ્પિટલમાં દાખલ મહેશ સવાણીના ખબર અંતર પૂછ્યા હતા. જે બાદ મીડીયાને સંબોધન કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે મહેશભાઈ ઉપવાસ છોડે તેવી અમે વિનંતી કરી છે. વિદ્યાર્થીના હિત માટે મહેશ સવાણી લડી રહ્યાં છે, દરેક યુવાન આગળ આવે અને લડાઇ લડે. યુવરાજસિંહના મનાવવા બાદ તેમજ બે દિવસમાં આંદોલન કરવાની જાહેરાત બાદ હોસ્પિટલમાં એડમિટ સવાણી ઉપવાસ તોડવા પર રાજી થયા છે. આવતીકાલે 11 વાગ્યે મહેશ સવાણી અને ગુલાબ સિંહ ઉપવાસ તોડશે. 

 ગુજરાતની સરકારી પરીક્ષાની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ જાણે સોશિયલ મીડિયાના સહારે આંદોલનનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ટ્વીટર પર #Resign_Asitvora જોરદાર રીતે ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્વીટર પર ઉમેદવારો અસિત વોરાનું રાજીનામું માંગી અલગ અલગ મીમ મૂકી રહ્યા છે.  પેપરલીક કાંડમાં અસિત વોરાના રાજીનામાની માગ થઇ રહી છે. ત્યારે ટ્વીટર પર #Resign_Asitvora નામે લાખો ટ્વીટ થતાં ગાંધીનગર સુધી ઉમેદવારોનો મૂડ પહોંચ્યો હોય તેવુ દેખાઈ રહ્યું છે

(9:16 pm IST)