Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

અમદાવાદના યુવાઓની અમદાવાદથી સાપુતારા બાઈક રાઈડ : છ યુવાઓએ 400 કિલોમીટરની બાઈક રાઈડ કરી

બાઈકર્સોએ સેફ્ટી માટે હેલ્મેટ,જેકેટ અને સ્પોર્ટ્સ શુઝનો ઉપયોગ કર્યો : યુવાઓની આગામી રાઈડ અમદાવાદથી સિમલા છે જે આગામી વર્ષે પૂરી કરશે

અમદાવાદ :  અમદાવાદના 6 યુવાઓએ અમદાવાદથી સાપુતારા આશરે 400 કિલોમીટરની બાઈક રાઈડ કરી હતી.બાઈકર્સોએ સેફ્ટી માટે હેલ્મેટ,જેકેટ અને સ્પોર્ટ્સ શુઝનો ઉપયોગ કર્યો હતો.શોખ માટે યુવાઓએ બાઈક લઈને સાપુતારા ગયા હતા જ્યાં તેઓએ પેરાગ્યાઈડિંગની મજા માણી હતી.આ યુવાઓની આગામી રાઈડ અમદાવાદથી સિમલાની છે જે તેઓ આગામી વર્ષે પૂરી કરશે તેમ જણાવ્યું હતું.

(6:42 pm IST)