Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પતંગ અને દોરીની કિંમતોમાં ૨૦૨૦ની તુલનાએ ૫૦ ટકાનો વધારો

ઉત્તરાયણ : પતંગ, દોરીની કિંમતો આસમાને પહોંચી

અમદાવાદ,તાફ૨૮: ગુજરાતીઓ દ્વારા ઊજવવામાં આવતો સૌથી મોટા તહેવારમાનો એક ઉત્ત્।રાયણ છે. જે હવે માત્ર ત્રણ સપ્તાહ દૂર છે. ગુજરાતીઓ ઉત્ત્।રાયણનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઊજવે છે, પણ આ વખતે પતંગ અને દોરીની કિંમતોમાં ૨૦૨૦ની તુલનાએ ૫૦ ટકાનો વધારો થયો છે. કોરોનાને કારણે ૨૦૨૧ની ઉત્ત્।રાયણ પણ ફિક્કી રહી હતી. કોરોનાને લીધે લોકોના ઉમંગ-ઉત્ત્।સાહમાં ખાંચરો પડ્યો છે, તો પતંગ અને દોરીની કિંમતો આસમાને પહોંચી છે. 

અમદાવાદમાં છૂટક દુકાનદારના જણાવ્યાનુસાર આ વખતે ૨૦ પતંગની કિંમતો ૨૦૨૦ની તુલનાએ રૂ ૧૦૦થી વધી રૂ. ૧૫૦ થયા છે, જયારે ૧૦૦૦ વાર દોરીની કિંમત રૂ. ૧૫૦થી વધીને રૂ. ૨૦૦ થયા છે. દોરીની ગુણવત્ત્।ાને કારણે દોરીની કિંમતોમાં વધારો થાય છે, એમ દુકાનમાલિકોએ કહ્યું હતું.

જોકે ઉત્ત્।રાયણમાં પણ કોરોના અને એના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના જોખમને જોતાં છૂટક દુકાનમાલિકોએ વેચાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખતાં ઓછો સ્ટોક ભરવાનું મુનાસિબ માન્યું છે. આ વખતે દુકાનદારોએ ૬૦ ટકા જ માલ ભર્યો છે. વસ્ત્રાપુરમાં સીઝનલ સ્ટોરના માલિક દીપક ગાંધીએ કહ્યું હતું કે આ વખતે પતંગ અને દોરીના હોલસેલની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. બીજું, કોરોનાને લીધે સરકાર વધુ નિયંત્રણો લાદશે તો પડ્યા પર પાટુ જેવી હાલત થશે, કેમ કે પતંગ-દોરીના જથ્થાબંધ ભાવોમાં દોઢો વધારો થયો છે, જયારે છૂટકમાં એનું વેચાણ ધાર્યા મુજબ નહીં થવાનો ડર તો ઊભો છે. આ વખતે પતંગ અને દોરીના ભાવમાં કયારેય ના થયો હોય એવો વધારો થયો છે અને મોટા જથ્થાબંધ વેપારીઓને ત્યાં ખરીદી ઠંડી છે. તેમણે કહ્યું હતું કે મારી ૨૫ વર્ષના પતંગ-દોરીના વેપારમાં મેં કિંમતોમાં આટલો મોટો વધારો નથી જોયો.

(10:23 am IST)