Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ધરમપુર પોલીસે સાગમટે દારૂના 29 અડ્ડા પર દરોડા પાડ્યા : પોલીસ સિંધમ બનતા બુટલેગરો થયા 'મિસ્ટર ઇન્ડિયા'

દરોડામાં 7 સ્થળોએથી દારૂ મળ્યો :દારૂના નશામાં ફરતા 9 પિધ્ધડોને પણ પકડી પાડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : 31મી ડિસેમ્બરના રોજ જંગલ વિસ્તારમાં પણ પાર્ટીઓ ને ડામવા ધરમપુર પોલીસે સાગમટે દારૂના 29 અડ્ડા પર દરોડા પાડ્યા હતા જેમાં તેમને 7 સ્થળોએથી દારૂ મળી આવ્યો હતો. ધરમપુર પોલીસની એક્શનના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો

  . વલસાડ જિલ્લા પોલીસવડા રાજદિપસિંહ ઝાલાએ 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની નાબુદી માટે પોલીસ મથકોને એક સાથે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાની સૂચના આપી હતી. જેના પગલે ધરમપુર પીએસઆઇ એન. ટી. પુરાણીએ તેમના પોલીસ મથકના હદ વિસ્તારના કુલ 29 દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા.

  આ દરોડામાં તેમને 7 સ્થળોએથી દારૂ મળી આવ્યો હતો. આ સિવાય તેમણે દારૂના નશામાં ફરતા 9 પિધ્ધડોને પણ પકડી પાડ્યા હતા. જેને લઇ આદિવાસી વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

(10:09 pm IST)