Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ સહિત ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ

બીજેપી પ્રમુખને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું : ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુના લગ્ન પ્રસંગે ધરમપુર તાલુકાના કુરગામમાં રાત્રે ડીજે પાર્ટી યોજાઇ હતી

વલસાડ,તા.૨૮ : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ભાજપના પ્રમુખ કેતન વાઢુના લગ્ન પ્રસંગે યોજાયેલી ડીજે પાર્ટીમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા પોલીસે લાલ આંખ કરી હતી. મામલે કાર્યવાહી કરતા પોલીસે તાલુકા ભાજપ પ્રમુખ સહિત ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વપૂર્ણ છે કે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુના લગ્ન પ્રસંગે ધરમપુર તાલુકાના કુરગામમાં રાત્રે ડીજે પાર્ટી યોજાઇ હતી. હાલ કોરોનાની મહામાચી ચાલી રહી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. સાથે ભીડ એકઠી કરવા માટે પણ સરકાર તાકીદ કરે છે. સમય દરમિયાન કોવિડ ૧૯ની ગાઈડલાઈનના પાલન માટે ફરજ પાડવામાં આવી રહી છે. કોરોનામાં પરવાનગી સાથે યોજાતા લગ્નોમાં પણ ગણતરીના માણસોને હાજર રાખવાનો નિયમ હોવા છતાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખે કોવિડ ૧૯ની ગાઇડલાઇન લાગુ પડતી હોય તેમ લગ્ન દરમિયાન મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા. રાત્રે ડીજે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. બાબતે વલસાડ જિલ્લા પોલીસને જાણ થતાં ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવતા એક સમયે મામલો ગરમાયો હતો. પોલીસે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુને સબક શીખવવા અને નિયમોનું ભાન કરાવવા તેમના સહિત ડીજે પાર્ટીમાં ડીજેના સંચાલકો મળી કુલ ૧૧ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. રીતે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખના લગ્ન પ્રસંગે યોજાયેલી ભીડમાં પોલીસે કાયદો બતાવ્યો હતો. જોકે, વલસાડ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટી પણ નિયમનો ભંગ કરવામાં પાછળ નથી. બે દિવસ પહેલા વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં કૉંગ્રેસની એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત જિલ્લા કૉંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારી ચૂંટણીઓની તૈયારી અને રણનીતિ માટે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત મોટાભાગના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ માસ્ક વગર જોવા મળ્યા હતા.

અંગેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે. રીતે વલસાડ જિલ્લામાં ભાજપ-કૉંગ્રેસબંને રાજકીય પક્ષો કોવિડ ૧૯ની ગાઇડલાઇનનો ભંગ કરવામાં એકબીજાથી જરા પર પાછળ નથી. કોરોનાના નિયમોને નેવે મૂકીને સમારંભો અને કાર્યક્રમો યોજી રહેલા રાજકીય અગ્રણીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

(7:33 pm IST)