Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગાંધીનગર જિલ્લામાં હાઇવે માર્ગ પરથી દારૂની હેરાફેરી અટકાવવા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું:ચંદ્રાલા નજીક ચિલોડા પોલીસે ચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી મુસાફરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી અટકાવવા માટે વાહનચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી લકઝરી બસમાં હેરાફેરી કરતાં મુસાફરોને પકડવાનું શરૃ કર્યું છે જેના પગલે હવે ખાલી પાર્સલમાં દારૃ મોકલીને હેરાફેરી કરવામાં આવી રહી છે. ચિલોડા પોલીસે ઝડપેલા બે પાર્સલમાંથી વિદેશી દારૃની ૧૬ બોટલ  મળી આવી હતી. પોલીસે ર૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર આ પ્રકારે રાજસ્થાન તરફથી મુસાફરોના સ્વાંગમાં ખેપિયાઓ સક્રિય થયા છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે અવારનવાર વાહનચેકીંગ કરીને દારૃની ખેપ મારતાં આવા ખેપિયાઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેથી હવે ખેપીયાઓ પોલીસથી બચવા માટે ખાલી પાર્સલ જ મોકલીને દારૃની હેરાફેરી કરાવી રહયા છે. ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમયાન હિંમતનગર તરફથી આવતી પાર્શ્વનાથ ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ નં.આરજે-ર૭-પીસી-૪૪૮૮માં તપાસ કરતાં બે પાર્સલ શંકાસ્પદ મળી આવ્યા હતા. જેથી આ પાર્સલ સંદર્ભે કંડકટરને પુછતાં ઉદેપુરમાં ટ્રાવેલની ઓફીસથી પાર્સલ બસમાં મુકયા હતા જે અમદાવાદની ટ્રાવેલ્સ ઓફીસમાં આપવાના હોવાનું કહયું હતું. આ પાર્સલ ઉદેપુરથી બાલાજી એન્ટરપ્રાઈઝે મોકલ્યા હતા જે અમદાવાદમાં ભરત ટ્રેડીંગવાળાએ મંગાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે મોબાઈલ નંબરના આધારે દારૃ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધ્યો હતો.આ પાર્સલમાંથી ૧૬ વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. પોલીસે ૨૬૪૦૦નો વિદેશી દારૃનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

(5:21 pm IST)