Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે બુકીને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરના આજવા રોડ વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે સટોડિયાઓને પોલીસે ઝડપી પાડી મુખ્ય બુકીની તપાસ હાથ ધરી છે.

સયાજી પાર્ક નજીક પંચમ પાર્ટી પ્લોટ પાસે એક મકાનમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતોના પગલે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે રિતેશ ઉર્ફે મોન્ટુ સુરેન્દ્રભાઈ અગ્રવાલ (રહે. કૃષ્ણ પુરી સોસાયટી, જૈન મંદિર પાસે,માંજલપુર) તેમજ તેના સાગરીત કૃણાલ ઉર્ફે અંકિત સુરેશભાઈ માછી (રહે. હરિકૃષ્ણ ટાઉનશીપ, સયાજી પાર્ક)ને ઝડપી પાડી તેમની પાસે 9 મોબાઈલ, ટીવી તેમજ રોકડા રૂ. 29 હજાર મળી રૂ. 1 લાખની મતા કબજે કરી હતી.

પોલીસની પૂછપરછમાં સટ્ટો કપાવતા બુકીનું નામ રાજા બોમ્બે હોવાનું ખુલતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)