Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા કરવામાં આવેલ બ્યુટીફિકેશન તળાવના કિનારા પર ગાબડાં પડવાની શરૂઆત થતા નબળી કામગીરી થઇ હોવાનો પુરાવો

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરીસ્ટીક પ્લાનિંગ સેલ દ્વારા શહેરમાં આવેલા વિવિધ તળાવની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તે માટે તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવે છે. જેમાંથી 21 તળાવની કામગીરી પૂરી કરી છે. આમાં એક આજવા રોડ પર કમલાનગર તળાવનો પણ સમાવેશ થાય છે. આ તળાવના કિનારાની પાળો કેજે તળાવ તરફ ઢળતી હોય છે અને પેવિંગ કરેલી હોય છે. તેમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. જે કામગીરી નબળી થઈ હોવાનો પુરાવો છે.

કમલાનગર તળાવ બ્યુટીફિકેશન કામ ને હજી થોડા વર્ષ પુરા થયા છે ત્યાં તો પાળા માં ગાબડા પડવાના શરૂ થયા છે. બહાર પેવર બ્લોક પણ બેસી ગયા છે. તળાવ ફરતે વોકસ માટે તૈયાર કરેલ ફૂટપાથ પરથી બ્લોક ઉખડી ગયા છે. બ્યુટીફીકેશન પાછળ ચાર કરોડનો ખર્ચ કર્યો છે પરંતુ તળાવ માં ગંદકીનું સામ્રાજ્ય ઓછું થયું નથી.

(5:16 pm IST)