Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અમદાવાદમાં કોવાકિસન રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં ૭૫૦ સ્વયંસેવકોએ પ્રથમ ડોઝ લીધો

નવી દિલ્હી, તા.૨૮: ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેકિસન કોવાકિસનના ત્રીજા તબક્કાના પરીક્ષણના ભાગરૂપે સિટી હોસ્પિટલમાં લગભગ ૭૫૦ વોલન્ટિયર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. રસી લેનારા કોઈ પણ વોલન્ટિયર્સને હજી સુધી કોઈ આડઅસર થઈ નથી એમ એક વરિષ્ઠ ડોકટરે ગઈ કાલે જણાવ્યું હતું.

ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી કોવાકિસન વિકસિત કરી છે. રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકસ સહિત લગભગ ૫૦ જેટલા હેલ્થ વર્કર્સ સહિત ૭૫૦ કરતાં વધુ વોલન્ટિયર્સે ૨૫ નવેમ્બરથી શરૂ થયેલા કોવાકિસનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં ભાગ લઈ પ્રથમ ડોઝ લીધો હતો અને અત્યાર સુધીમાં કોઈ પણ વાઙ્ખલન્ટિયર્સ ઉપર રસીની આડઅસર જોવા મળી નથી એમ હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ ડિપાર્ટમેન્ટના વડા ડોકટર કરીમ રામીએ જણાવ્યું હતું. ચાલુ મહિનાના અંત સુધીમાં લગભગ ૧૦૦૦ વોલન્ટિયર્સને રસી આપવામાં આવશે. પ્રથમ ડોઝ લીધાને ૨૮ દિવસ પૂર્ણ થયા હોય તેવા વોલન્ટિયર્સને બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૫ વોલન્ટિયર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

(3:44 pm IST)