Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ ઠંડી વધવાની આગાહી

રાજકોટ, નલિયામાં કોલ્ડ વેવ રહેવાની આગાહી : અમદાવાદ, ગાંધીનગર, નલિયા,રાજકોટ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે

અમદાવાદ,તા.૨૭ : ઉતરભારતમાં ઠંડી વધતા રાજ્યના વાતાવરણ અને તાપમાન પર અસર જોવા મળશે. તારીખ ૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આજથી, રવિવારથી લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩થી ૪ ડીગ્રી તાપમાન ઘટ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ ઠંડીનું જોર વધુ રેહશે. ૨૭થી ૩૦ ડિસેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ૩૦ ડિસેમ્બરના રોજ પવનની ગતિ તેજ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, નલિયા,રાજકોટ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

        ગીરનારની તળેટીમાં પણ ઠંડી વધુ અનુભવાશે. તો ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થશે. ૧૫મી મેરેજ એનિવર્સરી માટે આમિર ખાન અને કિરણ પરિવાર સાથે સાસણમાં, આજે સવારે કર્યું સિંહ દર્શનઆજે શહેરમાં તાપમાન ૩ ડીગ્રી નીચું નોંધાયું. અમદાવાદ શહેરનું તાપમાન ગઈકાલની સરખામણી ૩ ડીગ્રી નીચું નોંધાયું છે. આજે લઘુતમ તાપમાન ૧૩.૪ ડીગ્રી નોંધાયું છે. તો નલિયાનું લઘુતમ તાપમાન ૮ ડિગ્રીએ રહ્યું છે. ડીસા ૧૨ .૨ ડીગ્રી, તેમજ રાજકોટ નું તાપમાન ૧૪.૧ ડીગ્રી નોંધાયું છે. પરંતુ આજે રવિવારની રજા અને ઠંડીની મજા માણવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા હતા અને સાયકલિંગ અને વોક કરી સ્વાસ્થ્યને સારું રાખવા પ્રયાસ કરી રહ્યા હતા.

(8:13 pm IST)