Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

હળવદથી છોટાઉદેપુર આવતી એસટી બસ ઝાડ સાથે અથડાતા 13 મુસાફરો ઘાયલ

ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ઉતરીને ઝાડ સાથે અથડાઈ

 

છોટાઉદેપુરમાં સવારે એસટી બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં સવાર 13 જેટલા મુસાફરો ને ઇજા પહોચી હતી.ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસ ધટના સ્થળે પહોચી હતી

મળતી માહિતી અનુસાર આ બસ હળવદથી છોટાઉદેપુર આવી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા પછી બસ રોડની નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

અકસ્માતમાં બસને સામાન્ય નુકસાન થયું છે જો કે, બસની અંદર સવાર 13 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયા બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

(1:22 am IST)