Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ગુજરાતમા કોંગ્રેસે ગાંધીનગર જીલ્લાથી લોન્ચ કર્યું ડિઝીટલ સદસ્યતા અભિયાન

જે કાર્યકર જમીન પર કામ કરશે તેને પક્ષ સંપૂર્ણ મદદ કરશે

ગાંધીનગર : ગુજરાતમા કોંગ્રેસે સ્થાપના દિવસથી જ ડિઝીટલ સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી છે. કોંગ્રેસે ગાંધીનગર જીલ્લામાંથી ડિઝીટલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી.

આ અંગે ગુજરાત કોંગ્રસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે ગાંધીનગરથી આ પ્રોજેક્ટ લાગુ થશે તેનો અમલ સમગ્ર દેશમાં કરવામાં આવશે. તેથી તમારે આ અભિયાન સંપૂર્ણ તાકાત સાથે ચલાવવાનું છે. જે કાર્યકર જમીન પર કામ કરશે તેને પક્ષ સંપૂર્ણ મદદ કરશે. તેમજ વર્ષ ૨૦૨૨માં કોંગ્રેસની સત્તા ગુજરાતમા આવશે તેની બાદ કોંગ્રેસની સત્તા દિલ્હીમાં પણ આવશે.

આ અભિયાનને શરૂ કરાવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીનગર જીલ્લા અને શહેરમા આપણે ડિઝીટલ મેમ્બરશીપ અભિયાન લોન્ચ કરીએ છીએ. જેમાં એક એક બુથમાં અને ઘરે જઈને આપણે પક્ષની વિચારધારા સાથે લોકોને જોડવાના છીએ. તેમજ પક્ષના તમામ કાર્યકરોએ હોદ્દેદારોએ ખંતથી લોકો સુધી પહોંચવાનું છે.

આ ડિઝીટલ સદસ્યતા અભિયાનમા આગામી દિવસોમા હું અને પક્ષના અન્ય આગેવાનો પણ તમારી સાથે જોડાવવાના છીએ.તેમજ વર્ષ ૨૦૨૦ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટેની તૈયારીઓ પણ આરંભવાના છીએ. આ ઉપરાંત ગાંધીનગર જીલ્લો અને ડિઝીટલ સદસ્યતા અભિયાનનો પાયલોટ જીલ્લો બને સારું કામ કરે તેવી શુભેચ્છા.

ગાંધીનગર જીલ્લામા ડિઝીટલ સદસ્યતા અભિયાનના પ્રારંભે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સોશિયલ મીડિયા વિભાગના ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ વર્ષોથી સદસ્યતા અભિયાન ચલાવતી આવે છે. જયારે આ વખતે દિલ્હીમા સદસ્યતા અભિયાન અંગે પક્ષના નેતાઓ વચ્ચે વાત થઈ તો એક જ વાત સામે આવી કે અમારે અમારા સભ્યોને જાણવા છે. જેના લીધે આ વખતે સદસ્યતા ફી રાખવામા આવી નથી. તેમજ ડિઝીટલ સદસ્યતા અભિયાનમા જે કાર્યકર જે કામ કરશે તે તેમના ખાતામાં જ દેખાશે

 

(12:33 am IST)