Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સુરતમાં ચોરીના બનાવમાં 2 રીઢા ચોર સહિત 5 પકડાયા

સુરત:  વરાછા, કતારગામ અને ચોકબજાર વિસ્તારોમાં રાત્રીના સમયે દુકાન અને હીરાના કારખાનામાં પાછળના ભાગેથી તેમજ ધાબા ઉપર ચઢી ગ્રીલ તોડી પ્રવેશી ચોરી કરતા ચાર રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઇ પી એમ વાળા અને ટીમે મળેલી બાતમીના આધારે બ્રિજેશ ઉર્ફે લાલુ મુકેશભાઈ સાવલીયા ( ઉ.વ.20 ) ( રહે. ફ્લેટ નં.404, શિવ એપાર્ટમેન્ટ, કોહીનુર સોસાયટી, મીનીબજાર, ગીતાંજલી, વરાછા, સુરત. મૂળ રહે. અમરેલી ), વિજય ઉર્ફે જાડીયો દેવચંદ ચંદ્રવંશી ( ઉ.વ.26 ) ( રહે. લાભેશ્વરભુવન ત્રણ રસ્તા, સંતોષભાઈ ભંગારની દુકાન સામે ફૂટપાથ ઉપર, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત અને વેડરોડ પંડોળ સિનેમાની લાઈનમાં ફૂટપાથ ઉપર, સુરત ), વિનોદ ઉર્ફે બટકો મનોજ તિવારી ( ઉ.વ.26 ) ( રહે. કાપોદ્રા બોમ્બે કોલોની પુલ નીચે, સુરત. મૂળ રહે. બિહાર ) અને મહેશ કાંતિભાઈ રાઠોડ ( ઉ.વ.23 ) ( રહે. તાસવાડી, અશ્વનીકુમાર રોડ, સુરત ) ને રૃ.23,800 ની કિંમતના રફ હીરા, રૃ.3680 ની કિંમતના ચાલુ પ્રોસેસના હીરા, બે મોબાઈલ ફોન, એક ટેબ્લેટ અને લોખંડની કોય મળી કુલ રૃ.93,530 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાઅગાઉ વરાછામાં ચાર વર્ષ અગાઉની ચોરીના ગુનામાં ઝડપાયેલા બ્રિજેશ સાવલીયા અને વિજય ચંદ્રવંશી તેમજ અન્ય બે ની પુછપરછ કરતા તેઓ રાત્રીના સમયે દુકાન અને હીરાના કારખાનામાં પાછળના ભાગેથી તેમજ ધાબા ઉપર ચઢી ગ્રીલ તોડી પ્રવેશી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. તમામે વરાછા પોલીસ મથકની હદમાં ત્રણ, કતારગામ પોલીસ મથકની હદમાં બે અને ચોકબજાર પોલીસ મથકની હદમાં એક ચોરીની કબૂલાત કરી હતી.

(6:17 pm IST)