Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતની ભરમાર યથાવત: બિલોદરા પાટે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર શિક્ષકનું મોત

ખેડા: જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન અકસ્માતના જુદા-જુદા બે બનાવો બન્યાં હતાં. જેમાં નડિયાદ તાલુકાના બિલોદરા નજીક ટ્રેક્ટરની અડફેટે બાઈક પર સવાર શિક્ષકનું મોત નિપજ્યું હતું. જ્યારે કઠલાલ તાલુકાના ભાનેર પાટીયા નજીક આઈશરની અડફેટે બાઈક પર સવાર દંપતી ઘવાયું હતું. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના છીપડી ગામમાં આવેલ ગાયત્રી મંદિર નજીક રહેતાં બાલુસિંહ ઉદેસિંહ ઝાલા (ઉં.વ ૫૨) કલેસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ગતરોજ શાળા છુટ્યા બાદ તેઓ પોતાનું મોટરસાઈકલ નં. જીજે-૦૭, બીસી-૭૪૫૫ લઈ નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિરમાં દર્શન કરવા માટે જતાં હતાં. સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેઓ બાઈક લઈ નડિયાદ તાલુકાના બિલોદરામાં હરીઓમ આશ્રમ પાટીયા નજીકથી પસાર થતાં હતાં. તે વખતે પુરપાટ ઝડપે પસાર થતાં એક ટ્રેક્ટર ન.ં જીજે-૧૩, એમ-૫૪૫૪ના ચાલકે બાલુસિંહ ઝાલાની બાઈકને અડફેટે લેતાં તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બનેલા બાલુસિંહ ઝાલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હિતેન્દ્રકુમાર પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ zપોલીસે ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અમદાવાદમાં રહેતાં ભવરલાલ લહેરૂલાલ પ્રજાપતિ અને તેમના પત્નિ લાદીબેન ગતરોજ મીનાવાડા ખાતે આવેલ મંદિરમાં દર્શન કરી અમદાવાદ પરત જઈ રહ્યાં હતાં. બપોરના સમયે તેઓ બાઈક ન.ં જીજે-૦૧, ઈઝે- ૨૬૮૩ લઈ કઠલાલ તાલુકાના ભાનેર પાટીયા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતાં આઈશર નં. જીજે-૦૧, સીવાય-૧૯૮૮ના ચાલકે ભંવરલાલના બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર ભંવરલાલ અને તેમના zપત્નિ લાદીબેન ફંગોળાઈ જઈ રોડ પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. આ બનાવ અંગે ભંવરલાલ લહેરૂલાલ પ્રજાપતિની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે આઈશર ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)