Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

અરવલ્લી:પુરપાટ ઝડપે ટ્રક ચલાવી ચાલકે લોખંડની રેલિંગ તોડી નાખતા ચકચાર

અરવલ્લી:જિલ્લાના વડામથક મોડાસા નગરમા ભારે વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પોલીસની રહેમ નજર તળે પ્રતિબંધિત સમય માં જ નગરના માર્ગે માતેલા સાંઢની જેમ પુરઝડપે હંકારાતી ટ્રકના દારૃડીયા ચાલકે નશાની હાલતમાં સર્જેલા અકસ્માત થી નગરજનો ફફડી ઉઠયા હતા.

આ નશાખોર ચાલકે વળાંક વાળા માર્ગે પણ ટ્રક એટલી ઝડપે હાંકી હતી કે રોડ વચ્ચેની લોખંડની રેલીંગ,સ્ટેટ બેંક કમ્પાઉન્ડની ફ્રેસીંગ વાડ અને બેંક કમ્પાઉન્ડનું વિશાળકાય ઝાડ ને જમીન દોસ્ત કરી નાખ્યા હતા. જયારે પાર્ક કરાયેલ બાઈક અને એકટીવાનો કચ્ચરધાણ વાળી નાખ્યો હતો. ચાર રસ્તા પોલીસ ચોકીથી માંડ ૧૦૦ મીટર ના અંતરે સર્જાયેલા આ ભયંકર અકસ્માતથી પોલીસની કામગીરી સામે જ સવાલો સર્જાયા છે. મંગળવારની રાત્રીના ૯ કલાકે હજીરા વિસ્તારમાંથી આવી રહેલ ટ્રક નં.જી.જે.૩૧ ટી ૧૩૪૯ ના દારૃડીયા ચાલકે સ્ટેટ બેંકના સામે ના માર્ગેથી બેફામપણે અને પુરઝડપે રોંગ સાઈડે હંકારી લાવેલી ટ્રક છેક સ્ટેટ બેંક કમ્પાઉન્ડના એટીએમ સુધી ઘુસાડી દેતાં જ આસપાસના લોકોમાં ભારે ભય ફેલાયો હતો.દારૃ ઢેંચી ટ્રક હંકારતાં ચાલક ઈકબાલ મેઘરજી એ ટ્રક વડે રોડ વચ્ચેની રેલીંગ તોડી નાખી માર્ગની સામેની સાઈડે આવેલા વિશાળકાય વટવૃક્ષ ને ટક્કર  મારીજમીન દોસ્ત કરી નાખ્યું હતું.જયારે સ્ટેટ બેંક ના દરવાજા બહાર માર્ગ સાઈડે પાર્ક કરાયેલ બાઈક અને એકટીવાનો કચ્ચરધાણ વાળી દીધો હતો.સદ્દભાગ્યે રાત્રીનો સમય હોઈ આ અકસ્માતમાં જાનહાની ટળી હતી.પરંતુ અકસ્માત જોઈ નગરજનો ફફડી ઉઠયા હતા.  આમોદરાના અમૃતભાઈ લેઉવાની ફરીયાદ બાદ મોડાસા ટાઉન પોલીસે નશો કરી ટ્રક ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઈકબાલભાઈ  અહેમદભાઈ મેઘરજી રહે.સોનેરી મસ્જીદ,મોડાસા નાઓ વિરૃધ્ધ ઈપીકો કલમ અને મોટર વ્હીકલ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.પરંતુ જાહેરનામા ભંગનો ગુનો નહી નોંધાતાં અચરજ ફેલાયું હતું.

(6:07 pm IST)