Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સુરત:મહિલાને ત્યાં દારૂ પીવા ગયેલ રીક્ષા ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત:શહેરના ભેસ્તાનમાં વિચિત્ર બનાવ બન્યો હતો. એક મહિલાના ઘરમાં ગયેલા એક રીક્ષા ચાલકને બે યુવકો ખેંચીને લઈ ગયા હતા. આ યુવકોએ રીક્ષાચાલકનું આંખો ફોડીને તેને બહાર ફેંકી દીધો હતો. રીક્ષાચાલકને અવાવરું જગ્યામાં તેને ફેંકી દેવાયો હતો. જ્યાંથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

સુરતના ભસ્તાન આવાસના આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટમાં ગૌતમી મૂલતી બાબુલ નામની રીક્ષાચાલક રહે છે. જેને ચાર દીકરી અને એક દીકરો છે. ગૌતમી બાબુલ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ખટોદરા કોલોનીમાં એક મહિલાને ત્યાં દારુ પીવા ગયો હતો. આ દરમિયાન બારથી સવા બાર વચ્ચે બે યુવકોએ આવીને ઝઘડો કર્યો હતો. માતા સાથે અફેર હોવાના રોષમાં બન્નેએ માર મારી આંખોમાં આંગળા ભોંકાવી આંખો ફોડી નાખી હતી. બાદમાં બાઈકમાં બેસાડી થોડે દૂર ફેંકી ગયા હતાં. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે ગૌતમી મૂલતી બાબૂલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

(6:07 pm IST)