Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

હરિયાણામાં રોકાણ કરવાનો હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે તમામને અનુરોધ કર્યો

વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ હેઠળ કાર્યક્રમ : રોકાણ માટે હરિયાણા અગત્યનું સ્થાન ધરાવે છે : હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર

અમદાવાદ,તા.૨૦ :  હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ઉદ્યોગકારોને રોકાણ કરવા માટે આહવાન કરતા જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં રોકાણ માટે હરીયાણા અગત્યનું સ્થાાન ધરાવે છે. અહીં રોકાણકારોને વન રૂફ સિસ્ટગમ હેઠળ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રોડ, રેલ્વે્, એરપોર્ટ વગેરે આધુનિક સુવિધાઓથી સજજ છે. વાયબ્રન્ટડ ગુજરાત સમિટમાં હરીયાણા સતત ભાગ લેતું આવ્યું  છે.  હરીયાણા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ઉત્તાર ભારતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજા ક્રમે છે ઉપરાંત નિકાસમાં પણ સતત વિકાસ કરી રહયું છે. સામાન્યિ માણસ માટે અહીં રાજય સરકાર સરલ અને અંત્યોતદય કેન્દ્ર થકી અગત્યની પાયાની સુવિધાઓ પૂરી પાડી રહીછે.

એમએસએમઇ ક્ષેત્રે પણ હરીયાણા અગ્રેસર રહ્યું છે જેમાં લાખો યુવાઓને રોજગારી આપવામાં આવી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.   હરીયાણામાં રોકાણ કરી ઉદ્યોગોના વિકાસની સાથે સ્થાુનિક લોકોને રોજગારી આપવા ઉદ્યોગપતિઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે હરીયાણાના મુખ્યમંત્રીએ એચઇપીસી (હરીયાણા એન્ટપરપ્રાઇઝ પ્રમોશન સેન્ટગર) મોબાઇલ એપ લોન્ચર કરી હતી. આ એપ્લિતકેશન રોકાણકારોને તેમની રજૂઆતોનું સ્ટેટસ પૂરૃં પાડશે. હરીયાણા સરકારના ઈન્ડસ્ટ્રી લોઝ અને કોમર્સના એડિશનલ ચીફ સેક્રેટરી દેવેન્દ્ર સિંધે જણાવ્યું હતું કે, હરીયાણા વિવિધ ક્ષેત્રોમાં વિકાસમાં હરણફાળ ભરી રહયું છે. ઇલેકટ્રીકલ, કૃષિ, ઉદ્યોગો, ઊર્જા, ફૂડ વગેરેમાં રોકાણકારોને રોકાણ કરવા માટે તેમણે આમંત્રણ આપ્યુર હતું તેમજ હરીયાણામાં શા માટે રોકાણ કરવું જોઇએ એ વિશેની વિગતો પુરી પાડી હતી.

 

(9:59 pm IST)