Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સુરતમાં વરિષ્ઠ નાગરિકોનો લગ્ન પસંદગી મેળો યોજાયો

50થી 82 વર્ષના 300થી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

સુરતમાં વરિષ્ઠ નાગરિકોનો લગ્ન પસંદગી મેળો યોજાયો હતો જેમાં  50 વર્ષથી 82 વર્ષના સિનિયર સિટિઝન પોતાના લગ્ન માટે ઉત્સુક જોવા મળ્યા હતા. આ પસંદગી મેળામાં 300 કરતાં વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

 સુરતમાં સૌ પ્રથમવાર વડીલો માટે આ પ્રકારે પસંદગી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કુંવારા, ડિવોર્સી વિધવા-વિધૂર ઉમેદવારો હાજર રહ્યા હતા.

(10:04 pm IST)