Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભારે કરી ;સુરતના વરાછામાં ટ્રાફિક પોલીસે મારેલા લોક સાથે કાર ચાલક ભાગી ગયો :પોલીસ ફરિયાદ

સુરતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. સુરતના વરાછા ખાતે ટ્રાફિક પોલીસે મારેલું લોક સાથે કારચાલક ભાગી ગયો હતો. જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

   મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા, અરિહંત જ્વેલર્સની બાજુમાં હંસ સોસાયટી તરફ જવાના રોડ ઉપર એક કાર પાર્ક કરવામાં આવી હતી. કાર પાર્કિંગથી ટ્રાફિકના નિયમનો ભંગ થતો હોવાથી ટ્રાફિક પોલીસે લોક મારી દીધું હતું. જોકે, કારનો ચાલક ગાડીને મારેલું લોક ખોલવા બાબતે પોલીસ કંટ્રોલ રૂમ કે ટ્રાફિક શાખામાં કોઇને પણ જાણ કરી ન્હોતી.

પોતાની કાર બે હજારના સરકારી લોક સાથે લઇને ભાગી ગયો હતો. આ મામલે વરાછા ટ્રાફિક સેક્ટરના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
બનાવ અંગે વરાછા પોલીસ તપાસ કરી રહી છે. ટ્રાફિક લોક લઇને ભાગ જવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.

(4:38 pm IST)