Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પુત્રીના લગ્ન માટે મહારાજને મળવા ગયેલ બીલીમોરાના પિતાને કાળ ભરખી ગયો

બીલીમોરા:ગણદેવીના ભાટ ગામે, લગ્નની પીઠી લગાવી-પિયુનું પાનેતર ઓઢીને સાસરે જવા સજ્જ બનેલી વ્હાલસોયી પુત્રીનાં લગ્નના બે દિવસ અગાઉ પિતાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા ખુશીનો માહોલ ગમગીનીમાં તબદીલ થયો હતો. ભાટ ગામનાં રહીશ પુત્રીનાં લગ્ન માટે ગૌર મહારાજને મળવા ભાઈ અને બનેવી સાથે મેંઘર ગામે જતા હતા ત્યારે બાઈક વળાંક કાપી નહીં શકતા રસ્તા નીચે પાંચ ફૂટ ખાંજણમાં ખાબકી હતી.
ગણદેવી તાલુકાનાં દરિયા કિનારે આવેલા ભાટ ગામેથી શિવશક્તિ ફળિયામાં રહેતા ભીખુભાઈ જીવણભાઈ ટંડેલ (ઉ.વ.૫૮) ની પુત્રી પ્રિયંકાનાં લગ્ન ભાટ ગામમાં જ અંબાજી ફળિયામાં રહેતા મેહુલ દિનેશભાઈ ટંડેલ સાથે આવતીકાલે તા. ૨૬-૦૪-૨૦૧૮ ને ગુરૃવારનાં રોજ નિરધાર્યા હતા. લગ્ન પ્રસંગ માટે ઘરની સામે મંડપ બાંધવામાં આવ્યો હતો. કુટુંબી, સગા, સંબંધીઓથી લગ્ન ઘર ભરાયું હતું. ઘરમાં આનંદ-ઉત્સાહનો માહોલ જામ્યો હતો. પોતાની વ્હાલસોઈ પુત્રીને સાસરે વળાવવા પિતા ભીખુભાઈ તૈયારીમાં પડયા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રે ૧૦:૩૦ વાગ્યે મેંઘર ગામે રહેતા ગૌર મહારાજને મળવા માટે બે બાઈક પર તેમનાં પત્ની સહીત પરિવારના અન્ય સભ્યો આગળ નીકળ્યા હતા. જ્યારે ભીખુભાઈ ટંડેલ, તેમના ભાઈ બળવંતભાઈ ટંડેલ, અને બનેવી રામદાસભાઈ ટંડેલ હીરો હોન્ડા બાઈક (નં.- જીજે- ૨૧- બીબી- ૮૫૩૭) પર ટ્રીપલ સીટ સવાર થઈ ઘરેથી મેંઘર જવા માટે નીકળ્યા હતા.
મૂળ નડિયાદના રહેવાસી સચિનભાઈ દિનેશચંદ્ર શુક્લના ભાભી જીજ્ઞાાશાબેનનું પિયર ઉમરેઠ મુકામે થતુ હોય તથા તેમના પૂર્વજોની જમીનમાં ખેડૂત હક્ક તરીકે નામ હોઈ તેઓએ જમીનમાં નાણાં રોકવાની ઈચ્છા વ્યક્ત કરતા સચિનભાઈ શુક્લએ જમીન દલાલીનું કામ કરતા શનાભાઈ ઠાકોર (રહે.નડીયાદ)નો સંપર્ક કર્યો હતો. જમીન દલાલે કાસોરના અતુલભાઈ જયેન્દ્રભાઈ જોષીની જમીન વેચવાની હોવાનું જણાવી તેઓની મુલાકાત કરાવી હતી. તેમના કાકા બીપીનભાઈ જોષી તેમજ પરેશભાઈ પણ આ મુલાકાતમાં હાજર હતા. તેઓએ કાસોર ગામના બ્લોક સર્વે નં.-૪૮૬, ખાતા નં.-૪૪૪વાળી આશરે સવા છ વીઘા જમીન વેચવાની તૈયારી બતાવી હતી.

(5:49 pm IST)