Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પાટણમાં અસહ્ય ગરમીએ યુવકનો ભોગ લીધો

પાટણ:માં પણ ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે બપોરના સમયે અસહ્ય ગરમીમાં મજુરી કામ કરતા મજુરની ગરમીથી હાલત લથડી હતી અને ગરમીથી છુટકારો મેળવવા મજુર કામ છોડી બહારઆવતા અચાનક જ ઢળી પડયો હતો અને ગરમીથી મજુરનું મોત થયું હતું. સરસ્વતીના નાયતા ગામે રહેતા રાવળ ભીમાભાઈ ગણેશભાઈ (ઉ.વ. ૩૦) પાટણ શહેરની રત્નમણી સોસાયટીમાં મકાન ચણતરના કડિયા કામની મજુરીએ આવ્યા હતા ત્યારે બપોરના ત્રણ વાગ્યાના સુમારે શ્રમિકને અતિશય ગરમી લાગતા અકળાયો હતો. અને તબીયત બગડતા ગરમીથી છુટકારો મેળવવા કામકાજ પડતું મુકી સોસાયટી બહાર આવેલી ઠંડા પીણાની દુકાને આઈસ્ક્રીમ ખાવા માટ ગયો હતો અને ત્યાં આઈસક્રીમ લઈ નીચે ઉતરતા જ શખ્સ ઢળી પડયો હતો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ આવી તપાસ કરતા ઈસમનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
 

(5:47 pm IST)