Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ગોધા કેબકોન એન્ડ ઈન્સ્લ્યુલેશન લિમિટેડનો આઈપીઓ ૨૭મી એપ્રિલનાં રોજ ખુલશે

અમદવાદઃ ઈન્દોરની ગોધા કેબકોન એન્ડ ઈન્સ્લ્યુલેશન લિમિટેડે શેરદીઠ રૂ.૧૦ની કેસવેલ્યુ ધરાવતા ૩૦,૦૦,૦૦૦ ઈકિવટી શેરનાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશ કર્યો છે. તેમાં શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂ.૩૦ થી રૂ.૩૩ છે. આ રીતે આઈપીઓનું કુલ મુલ્ય રૂ.૯ કરોડથી ૯.૯૦ કરોડ થાય છે. ઈશ્યુમાં ૧,૬૦,૦૦૦ ઈકિવટી શેર માર્કે મેકરનાં સબસ્ક્રિટશન રિઝર્વ રાખવામાં આવ્યા છે અને જાહેર જનતાનાં સબસ્ક્રિપ્શન માટે ૨૮,૪૦,૦૦૦ ઈકિવટી શેર ઉપલબ્ધ થશે.

પબ્લિક ઈશ્યુ ૨૭ એપ્રિલને શુક્રવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૩ મે ને ગુરૂવારે બંધ થશે. શેરનું લિસ્ટિંગ એનએસઈ ઈમજે પર થશે. આઈપીઓનાં બુક રનિંગ લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડાવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે.(૩૦.૬)

(2:43 pm IST)