Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

હાર્દિક પટેલની સુરક્ષા પાછી ખેંચાઈ: જાનને કોઈ ખતરો નથી : આઈબી

અમદાવાદ,તા. ૨૫: પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની સુરક્ષા કેન્દ્ર સરકારે હવે પાછી ખેંચી લીધી છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જીવના જોખમને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે હાર્દિક પટેલને વાઈ શ્રેણીની સુરક્ષા આપી હતી પરંતુ હવે આ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આઈબી દ્વારા સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ હાર્દિક પટેલની સુરક્ષા પાછી ખેંચી લેવાનો નિર્ણય કરાયો છે. હાર્દિક પટેલને હવે કોઈપણ પ્રકારનો ખતરો નથી. જેથી સુરક્ષા પરત લેવામાં આવી છે. હાર્દિક પટેલની સુરક્ષામાં હજુ સુધી આઠ કમાન્ડો રહેતા હતા જે હવે રહેશે નહીં. સીઆઈએસએફ અધિકારીઓને જાણ કરાઈ છે.

(9:48 pm IST)