Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોનાના ડરથી બચવા માટે ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો

કોરોનાને પગલે ગ્લોબલ ક્રોનિક સ્ટ્રેસ અનુભવાઇ રહ્યો છે

સુરત, તા.૭: કોરોના કોરોના.. કોરોના.. સાંભળીને લોકોના માનસિક સ્વાસ્થય કથળી રહ્યા છે. આ સંજોગોમાં લોકો ગ્લોબલ ક્રોનિક સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. જેનાથી બચવા માટે લોકોએ મનગમતી પ્રવૃતિમાં વ્યસત રહેવુ જોઇએ- તેવુ મનોચિકિત્સક જણાવી રહ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 'મનોસ્વાસ્થયના રસ્તાઓ' વિષય પર સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મનોચિકિત્સક મુકુલ ચોકસીએ જણાવ્યુ હતુ કે કોરોના ફકત્ ભારતમાં જ નહિ પરંતુ, વિશ્વભરના દેશોમાં ફેલાયેલો છે. લોકોમાં એન્ઝાયટી, પેનિક, ફોબિયા અને નર્વસ બ્રેકડાઉન વધી રહ્યો છે. જેને ગ્લોબલ ક્રોનિક સ્ટ્રેસ કહેવામાં આવે છે. લોકોમાં પ્રવર્તતા કોરોનાના ડરને દૂર કરવા માટે જીવનપધ્ધતિમાં સામાન્ય બદલાવ કરવાની આવશ્યકતા છે. જેઓ સતત કામમાં વ્યસ્ત રહે છે તેઓ તાણ અનુભવતા નથી. આ બાબત ખૂબ જ મહત્વની છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન, વિપશ્યનાને જીવનનો ભાગ બનાવો. દિવસ દરમિયાન મનગમતી પ્રવૃતિમાં વ્યસ્ત રહો. પ્રોડકિટવિટી માટે કામે ચઢો નહિતર લોકો સ્ટ્રેસમાથી બહાર નીકળી શકસે નહિ. જેઓ સતત કોરોનાની વિગત મેળવવાથી દૂર રહેવુ જોઇએ. વ્યકિતને ઊંદ્ય-આરામ પછી આર્થિક જરૂરિયાત ઊભી થાય છે. ગુજરાન ચલાવવા પૂરતી વ્યવસ્થા છતા સ્ટ્રેસ અનુભવનારાઓએ ચિંતાના સ્થાને આધ્યાત્મિકતાના માર્ગ- પ્રાણાયામ અપનાવવાની જરૂર છે. પોઝિટિવ થીંકીંગ અપનાવો- આવતીકાલ સારી બનશે.

(11:47 am IST)