Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરતમાં લાગશે ચીન જેવો એર પ્યોરીફાયર ટાવર

પ્રદુષણ હટાવી સ્વચ્છ હવા અપાશે : એક લાખ લોકોને મળશે લાભ

સુરતમાં એર પોલ્યુશનને નિયંત્રિત કરવા માટે ચીનની જેમ જ એક એર પ્યોરીફાયર ટાવર બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે.

  સુરતનાં ઉદ્યોગ અને એસવીએનઆઇટીના સંયુક્ત હેઠળ ચાલી રહેલ સંસ્થાનને ક્લીન એનવાયરનમેન્ટ રિસર્ચ સેન્ટર, આઇઆઇટી દિલ્હી તેના માટેની તૈયારીઓ કરી ચુકી છે. થોડા દિવસો પહેલા સુરતમાં પ્રદૂષણ નિયંત્રિત કરવાનાં મુદ્દે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશને એર પ્યોરીફાયર ટાવરનાં ફાયદા, તેના ખર્ચ અને તેની ટેક્નોલોજી અંગે માહિતી આપી હતી. 

   સુરતના પાંડેસરા, સચિન, પાલસાણા જેવા ઓદ્યોગીક વિસ્તારમાં પીએમ 10ની માત્રા પહેલાથી 160થી વધારે છે. જે 60થી નીચે હોવી જોઇએ.પ્રદૂષકોને નિયંત્રિત કરવા માટે પહેલાથી જ સુરતના પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એમીશન ટ્રેડિંગ (પોલ્યુશન કંટ્રોલ મેનેજમેન્ટ) ચાલુ કરવામાં આવ્યું છે. સુરતની પસંદગી માત્ર એટલા માટે થઇ છે કારણ કે અહીં ઉદ્યોગો દ્વારા પ્રદૂષણને કાબુમાં લેવા માટે ઉઠાવાયેલા પગલા નોંધનીય છે. એર પ્યોરીફાયર ટાવર રોજ 30 હજાર ક્યુબિક જેટલી હવા શુદ્ધ કરશે. આ ટાવરને સુરતથી આશરે 500 મીટરના સ્થાનમાં બનાવવામાં આવશે. જે 10 મીટર પહોળો અને 24 મીટર ઉંચો હશે અને તેમાં 25 હોર્સ પાવરનું મશીન હશે.

  ટાવરની સાઇઝ અને ઉંચાઇ શહેરનાં એર પોલ્યુશનનું પ્રમાણ અને સ્થાનનું નિરીક્ષણ કર્યા બાદ ફાઇનલ કરવામાં આવ્યું છે. એર પ્યોરીફાયર ટાવર હવામાં પાર્ટિકુલેટ મૈટરને નિયંત્રિત કરે છે. જેનો અર્થ છે તેઓ ચારેબાજુથી પ્રદૂષિત હવા ખેંચીને શુદ્ધ કરે છે. સૌથી નાનો ટાવર 1.50 કરોડનાં ખર્ચે બનશે. આ ટાવર દૂષીત હવાને પોતાની તરફ ખેંચે ત્યાર બાદ હવાને ગરમ કરે છે અને આખરે અલગ અલગ લેવલ પર ફિલ્ટર કરે છે. આ ટાવર 30 હજાર ક્યૂબિક મીટર એટલે કે શહેરનાં 24 વિસ્તારની હવાને શુદ્ધ કરશે જેનો એક લાખ લોકોને લાભ મળશે અને તેમને શુદ્ધ હવા મળશે.

(1:02 pm IST)