Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

થરાદની દેના બેંકમાં શોર્ટસર્કિટથી ભીષણ આગ ભભૂકી : લાખો રૂપિયા બળીને ખાખ

બે ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી

થરાદની દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી છે. આગ લાગવાથી બેંકમાં રહેલા ઇલેકટ્રીક ઉપકરણો સહિત લાખો રૂપિયા બળીને ખાખ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરાદ નગરપાલિકાના બે ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી.

  શોર્ટ સર્કિટથી લાગ આગ લાગતા ઓફીસનું તમામ ફર્નિચર, ઇલેક્ટ્રીક ઉપકરણો, ડોક્યુમેન્ટ સહિત રોકડ રકમ બળીને ખાખ થઇ જતાં લાખોનું નુકશાન થવા પામ્યુ છે.

  ઘટનાની જાણ થતાં બેંક કર્મચારી એન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ થરાદ નગરપાલિકાના બે ફાયર ફાયટર દ્રારા ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવાયો હતો.

(1:09 pm IST)