Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કાલે શિક્ષણ બોર્ડની અંતિમ સામાન્ય સભા

સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષકોની ભરતી - નીતિ નિયમો અંગે ચર્ચા

રાજકોટ : શિક્ષણ બોર્ડ - ગાંધીનગરની આ ટર્મની છેલ્લી સામાન્ય સભા આવતીકાલે તા.૧૯ને શનિવારના રોજ મળશે. જેમાં સભ્યો તરફથી આવેલ પ્રસ્તાવો અને પ્રશ્નો ઉપર મુખ્યત્વે ચર્ચા વિચારણા થશે. ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષક ભરતીના અને સ્વનિર્ભર શાળાઓના નીતિ નિયમો નક્કી કરવા અંગેની ચર્ચા કરવામાં આવશે. ૧૫૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૧૨ની મંજૂરી ન હોય, આ શાળાઓના ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની માંગ પણ સભ્યો દ્વારા કરવામાં આવનાર છે. સભ્યોની આ ટર્મ જાન્યુઆરીમાં પૂરી થતી હોય, આગામી જાન્યુઆરીમાં શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર હોય, આ છેલ્લી સામાન્ય સભા હોવાનું જણાવાયુ છે.

(12:09 pm IST)