Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અનુપમ સિનેમા પાસે ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ

રીક્ષા ડ્રાઇવીંગની આડમાં ગાંજો વેચતા હતા : ગાંજાનો જથ્થો ખોખરામાં જ સલાટવાડમાં રહેતી મહિલા પાસેથી લાવી વેચતા હતા : પોલીસ દ્વારા બંનેની પુછપરછ

અમદાવાદ, તા.૧૭ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક વિભાગ-૪માં આજે માતા અને પુત્રએ અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં પુત્રનું મોત નીપજયુ હતુ, જ્યારે માતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે ખાસ કરીને પુત્રના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, પુત્રને દેવું થઈ જતાં તેણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે માતાએ ક્યાં કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તે હજુ સુધી તપાસમાં સ્પષ્ટ થયું નથી પરંતુ પોલીસે માતાના કેસમાં સાચુ કારણ જાણવાની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર બનાવ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહીશોમાં પુત્રના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસ માતાની સારવાર બાદ તેનું નિવેદન લઇ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરશે. જો કે, હાલ તો પરિવારમાં બનાવને પગલે ભારે શોકનો માહોલ પથરાયો છે. રામોલ પોલીસે પુત્રના કિસ્સામાં અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(8:36 pm IST)