Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પરીક્ષાના નામે વિદ્યાર્થીઓના ખિસ્સા ખંખેરી 100 કરોડનો વકરો કર્યો : બોર્ડની પરીક્ષા ફી વધારા સામે કોંગ્રેસના પ્રહાર

બોર્ડે પરીક્ષા ફીમાં 10થી 15 ટકાનો વધારો કર્યો: 20 લાખ વિદ્યાર્થીઓને અસર થશે

અમદાવાદ : શિક્ષણ બોર્ડે ધો.10 અને 12ની પરીક્ષાની ફીમાં વધારો કરતાં કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પરીક્ષાના નામે સરકાર યુવાનોના ખિસ્સા ખંખેરી રહી છે અને 100 કરોડનો વકરો કર્યો.છે 

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે માર્ચ 2020માં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફીમાં વધારો જાહેર કર્યો છે. બોર્ડે પરીક્ષા ફીમાં 10થી 15 ટકાનો વધારો કર્યો કર્યો છે. જેની 20 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. પરીક્ષા ફીમાં 40થી 50નો વધારો કરાયો છે. ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થીઓને 355 રૂપિયા ફી અને ખાનગી ઉમેદવારોને 730 રૂપિયા પરિક્ષા ફી ભરવી પડશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 605 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓને 490 અને ખાનગી ઉમેદવારોને 870 રૂપિયા ફી ભરવી પડશે.

(10:13 pm IST)