Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં મતદાર સ્લીપ ન મળતા વ્યાપક ફરિયાદો સામે આવી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારમાં મતદાનના આગલા દિવસે સોમવારની મોડી સાંજે સુધી મતદારોને 'મતદાર સ્લીપ ' પહોંચાડાઇ જ ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. દસક્રોઇ તાલુકાના કઠવાડા ગામે ઇન્દિરા વસાહત હુડકો, શાંતિવન સોસાયટી, ગજાનંદ સોસાયટી, પ્રેરણા અને રામેશ્વર સોસાયટી તેમજ શ્યામવીલા સહિતની અનેક સોસાયટીઓમાં મતદાર સ્લીપ છેલ્લી ઘડી સુધી ન પહોંચાડાતા લોકોમાં કુતુહલની સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સીંગરવા અને આજુબાજુના અનેક વિસ્તારોમાં મતદાર સ્લીપોનું વિતરણ થયુ ન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. નોંધપાત્ર છેકે મતદાર સ્લીપમાં મતદારે મતદાન કરવા ક્યાં જવાનું છે. કયા મતદાન મથકના કયા નંબરના ઓરડામાં આવેલા મતદાન કેન્દ્રમાં જવાનું છે તેની વિગતો દર્શાવેલી હોય છે.

(5:36 pm IST)