Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં: 5G ભારતની દેન :પીએમ મોદીનું રાજકોટમાં ચૂંટણી સભા સંબોધન

કોંગ્રેસના શાસનમાં ફોન પણ બીતા બીતા કરવા પડતા.હવે ઈન્ટરનેટ સસ્તુ થયુ

અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ રાજકોટમાં ચૂંટણી સભા સંબોધી હતી, અહીં તેમણે જણાવ્યુ કે 2જી, 3જી, ભલે બહારથી લાવ્યા હોય પરંતુ 5જી પર ભારતનો ડંકો વાગ્યો છે. 5G ભારતની દેન છે. આજે દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે. કોંગ્રેસના શાસનમાં ફોન પણ બીતા બીતા કરવા પડતા. ઈન્ટરનેટ સસ્તુ થયુ છે. જો કોંગ્રેસની સરકાર હોત તો આજે તમારા મોબાઈલ ફોનનું એક મહિનાનું બિલ એમના સમયમાં જે ભાવ હતા એ પ્રમાણે ગણીએ તો 3થી4 હજાર રૂપિયા આવત. આ મોદી સરકાર છે. નીતિઓના કારણે ડેટા સસ્તો બન્યો છે. ફોન કોલ સસ્તા બન્યા છે. ગરીબ નિમ્ન મધ્યમવર્ગના પરિવારો ટેકનોલોજીને કારણે એમપાવર થયા છે.

 

(8:58 pm IST)