Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મતદાર પ્રજા ભાજપના ઉમેદવાર સામે જોઇને નહીં, પણ મોદીજીના વિકાસને નજરમાં રાખીને ભાજપને મત આપે છે

ભારતને આઝાદી મળ્‍યાને સાત દશકા જેવો સમય વીતી ગયો. પણ આ ૭૦ વર્ષમાં ૮૦% જનતા પ્રાથમિક જરૂરીયાતના વિકાસથી વંચિત રહી હતી. દેશના સદ્દનશીબે ૨૦૧૪ થી દેશભકત પ્રજાવત્‍સલ નરેન્‍દ્રભાઇ મોદીએ શાસન સંભાળ્‍યુ અને ચિત્ર પલ્‍ટાયુ. તેમની દીર્ઘ દ્રષ્‍ટિ અને પ્રજાલક્ષી અભિગમનના કારણે દેશ છેલ્લા ૮ વર્ષમાં વિકાસની નવી ચમક પામ્‍યો છે. વિશ્વના અનેક દેશોનું ધ્‍યાન ભારત તરફ ખેંચાયુ છે. ગુજરાતમાં અનેક વિવાદો વચ્‍ચે નરેન્‍દ્રભાઇ ચાર ટર્મ સુધી મુખ્‍યમંત્રી પદે રહીને ગુજરાતને પ્રગતિની હરોળમાં મુકી દીધુ. આ સિધ્‍ધી જ તેમને દેશના પ્રધાનમંત્રી સુધી દોરી ગઇ. લોકોની સેવાનું ધ્‍યેય અને વિચારધારાએ આ દેશનો વિકાસ થયો અને આ વિકાસે ભાજપને મજબુત બનાવ્‍યો. આજે સ્‍થિતી એ છે કે મતદાર પ્રજા ઉમેદવાર સામે નથી જોતી. મોદીના વિકાસને નજરમાં રાખીને ભાજપને મત આપે છે. નરેન્‍દ્રભાઇએ શરૂ કરેલ આ તંદુરસ્‍ત લોકશાહીની પરિભાષા ભારતભરમાં ચાલુ જ રહેશે.

નરેન્‍દ્રભાઇ મોદીના કેન્‍દ્રમાં શાસન દરમિયાન ભારતની નવીનતા અને ટેકનોલોજીએ વિશ્વને પ્રભાવિત કર્યુ છે. ભારત ૨૦૨૨ ના આ વર્ષે ગ્‍લોબલ ઇનોવેટીવ ઇન્‍ડેકસમાં ૪૦ રેન્‍ક કુદકો માર્યો છે. ૨૦૧૫ માં આપણે ૮૧ માં સ્‍થાને હતા. આ ઝડપી સિધ્‍ધી નરેન્‍દ્રભાઇને આભારી છે. ઇન્‍ડોનેશીયાના બાલીની તેમની મુલાકાતનો જાદુ એવો ચાલ્‍યો કે બ્રીટનના પી.એમ. સુનકે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાના દરવાજા ખોલી નાખ્‍યા. મોદીજીના એકવાર પરિચયમાં આવનાર કાયમ માટે તેમના  પ્રશંસક બની જાય છે. તેઓ પ્રજા લક્ષી સેવાની વિસ્‍તૃત વિચારધારાના માલિક છે. ૧૭ મી જી-૨૦ સમીટમાં ભારતની હાજરીને ચિન્‍હ કરતા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૧૪ નવેમ્‍બરના રોજ ઇન્‍ડોનેશનીયાના ટાપુ બાલી પર પહોંચ્‍યા હતા. યુ.એસ. પ્રમુખ જો બીડેન પી.એમ. મોદી પાસે ગયા હતા અને સત્ર પહેલા પી.એમ. મોદીનું સ્‍મિત સાથે સ્‍વાગત કર્યુ હતુ. ત્‍યારબાદ સમીટ શરૂ થઇ હતી. પી.એમ. મોદી બીડેન સાથે વાત કરી રહ્યા હતા ત્‍યારે બન્ને નેતાઓએ જી-૨૦ સત્ર શરૂ થતા પહેલા ઉષ્‍માભર્યુ અભિવાદન કર્યુ હતુ.

આરીફ બી. કાલવા, મો.૯૫૩૭૭ ૭૯૮૮૬

રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મોદીજી સેના સંગઠન, સુરત

ઉત્તમ જાજુ : નેશનલ આઇટી એન્‍ડ મીડિયા સેલ, સુરત

(4:16 pm IST)