Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાતમાં સ્ત્રી મતદારો કરતા પુરૃષ મતદારો ૧૫.૮૪ લાખ વધારે

યાદ રહે કોઇ વોટ ના હો બેકાર, મતદાન હૈ લોકતંત્ર કા આધાર : પુરૃષ મતદારો ૨,૫૩,૩૬,૬૧૦, સ્ત્રી મતદારો ૨,૩૭,૫૧,૭૩૮: સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૨૩ લાખ મતદારો રાજકોટ જિલ્લામાં

રાજકોટ તા. ૨૮ : રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે હવે બે દિવસ બાકી રહ્યા છે. જાહેર પ્રચાર અંતિમચરણમાં છે. તા. ૧ અને ૫ ડિસેમ્બરે ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો ૧૮૨ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનું મતદાન કરનાર છે. રાજ્યમાં પુરૃષ કરતા સ્ત્રી મતદારો ઓછા છે.

ગુજરાતમાં કુલ નોંધાયેલા ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો પૈકી પુરૃષ મતદારો ૨,૫૩,૩૬,૬૧૦ અને સ્ત્રી મતદારો ૨,૩૭,૫૧,૭૩૮ છે. સ્ત્રી કરતા પુરૃષ મતદારોની સંખ્યા ૧૫,૮૪,૮૭૨ વધુ છે. ૧૪૬૭ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદારો રાજકોટ જિલ્લામાં છે. આ જિલ્લામાં શહેરની ૪ બેઠકો તેમજ જેતપુર, ગોંડલ, ધોરાજી અને જસદણ સહિત કુલ ૮ બેઠકોનો સમાવેશ થાય છે.

મોરબીમાં ૮,૧૭,૩૩૫, સુરેન્દ્રનગરમાં ૧૪,૨૨,૬૭૭, રાજકોટમાં ૨૩,૦૫,૬૦૧, જામનગરમાં ૧૨,૦૬,૯૧૦, દ્વારકામાં ૫,૯૪,૨૧૬, પોરબંદરમાં ૪,૯૧,૦૪૩, જુનાગઢમાં ૧૨,૭૨,૩૦૭, સોમનાથમાં ૯,૯૯,૪૧૫, અમરેલીમાં ૧૮,૩૧,૮૯૪, ભાવનગરમાં ૧૮,૩૧,૮૯૨ અને બોટાદમાં ૫,૫૫,૪૫૮ મતદારો નોંધાયેલા છે. કુલ ૫૧ હજારથી વધુ મતદાન કેન્દ્રો છે.

(12:17 pm IST)