Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીની 176 મી જયંતી ઊજવાઈ: જીવનપ્રાણ સ્વામીબાપાની 91મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની 218મી દિક્ષાજયંતી, 219મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની 281મી પ્રાગટ્ય જયંતી

શ્રી સ્વામિનારાયણ મંદિર,  મણિનગર  ખાતે પ્રબોધિની એકાદશી જીવનપ્રાણ શ્રી અબજીબાપાની 176મી પ્રાગટ્ય જયંતીની ભારે ઉલ્લાસભેર ઊજવાઈ, તથા જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 91મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની 218મી દિક્ષા જયંતી, 219મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની 281મી પ્રાગટ્ય જયંતી પણ ઉજવાઈ હતી.આ મંગળકારી અવસર ઉપર  ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સંકલ્પ મૂર્તિશ્રી સંવત 1901 કારતક સુદ 11, સોમવાર ઈ.સ. 20-11-1844માં પ્રગટ થાય હતા.શ્રીસ્વામીનારાયણ ભગવાને છેલ્લે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે કચ્છના ભક્તો દર્શનાર્થે ગયા હતા, તેઓએ ભગવાનને ભગવાનને કચ્છમાં પધારવા પ્રાર્થના કરી હતી, તે વખતે ભગવાને વચન આપ્યું હતું કે અમે તમારે ત્યાં પ્રગટ થઈશું અને વિવિધ કરારે સુખ આપીશું. તેમને આપેલું વનચ સત્ય કરવા તેમ જ પોતાના 125 વર્ષ આ લોકમાં રહેવાનો સંકલ્પ પૂરો કરવા શ્રીજી મહારાજ શ્રી અબજીબાપા રૂપે પ્રગટ થયા.બાળમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીને શ્રીસ્વામીનારાયણ મંદિર, ભૂજના આદિ મહંત શ્રી અચ્યુતદાસજી સ્વામીને વર્તમાન ધરાવવાનો મહદ ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.બાળ સ્વરૂપે વિલક્ષણપણું- સામાન્ય રીતે બાળક અડધો દિવસ ભૂખ્યું ન રહી શકે, જ્યારે ભાપાશ્રી તો સ્તનપાન કર્યા વિના અઠવાડિયું, મહિનો કે છ-છ મહિના સુધી સ્તનપાન નહોતા કરતા, છતાંપણ હષ્ટપુષ્ટ તાજાને તાજા, આજે તેમની દિવ્યતાનો અલૌકિકતાનો પ્રત્યક પુરાવો હતો.સંવત 1916માં અમદાવાદમાં આચાર્યશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીને જીવનપ્રાણ શ્રી અબજી બાપાનો મહિમા સમજાવતા કહે છે કે આ અબજીભાઈ સ્વતંત્ર સિદ્ધિ સમાધિવાળા અને અતિ સમર્થ છે તથા શ્રીજી મહારાજ તેમના દ્વારા સર્વોપરી ઉપાસના અને સ્વરૂપ નિષ્ઠાની દૃઢતા સહુને કરાવે છે ત્યારે શ્રી ગુણાતીતનંદ સ્વામી બાપાશ્રીને હાથ જોડીને વંદન કરે છે.

સંવત 1942માં જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની પ્રાર્થનાનો સ્વીકાર કરી શ્રીજીમહારાજને નંદ પદવીના છેલ્લા સંત શ્રી ધ્રુવાનંદ સ્વામીને આ લોકમાં બે દિવસ વધારે રાખ્યા હતા.જીવનપ્રાણ બાપાશ્રી અને સરગુરુ શ્રીનિર્ગુણદાસજી સ્વામી કથા પૂરી થયા બાદ આસને બેઠા હતા, હરે નો સમય થયો હતો એટલે સહુ સંતો ઠોકોરજી જ માડવા ગયા, તે વખતે સ્વામીજીએ જીવનપ્રાણ બાપાશ્રીને કહ્યું જે આપના દર્શન બરાબર થતા નથી માટે મારી પાસે આવીને દર્શન આપો, એટલે જીવનપ્રાણ બાપાશ્રી સ્વામી પાસે આવ્યા, ત્યારે સ્વામીજીએ ચશ્મા પહેર્યાને બોલ્યા જે હજી બરાબર દર્શન થતા નથી માટે આંગડી કાઢી નાખ્યો જીવનપ્રાણ બાપાજીએ આંગડી કાઢી નાખી કે તરત જ તેજનો સમૂહ નિકળ્યો, તે ચારેકોર તેજ છાઈ રહ્યું અને જોઈને સ્વામીજી બોલ્યા ઓહોહો, આપ આવા દિવ્ય તેજોમય મૂર્તિ છે આ તો એકલુ તે જ ભર્યું છે.

સદ્ગુરુ શ્રી નિર્ગુણ દાસજી સ્વામી જીવનપ્રાણશ્રી અબજી બાપાશ્રીને સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ સોંપે છે. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાના પોતાના અનુગામી સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાને આજ્ઞા કરી હતી, જે તમારે વર્ષો વર્ષ ઓછામાં ઓછું એક મહિનો તો કચ્છમાં જીવનપ્રાણ બાપાશ્રીનો સમાગમ કરવા અવશ્ય આવવું. તો એ આજ્ઞાનો શિરોવંદ્ય કરતા સદગુરુ બાપા સંવત 1984માં જીવનપ્રાણ બાપાશ્રી સ્વતંત્રપણે અંતર્ધ્યાન થયા. ત્યાં સુધી વર્ષમાં એકવાર જીવનપ્રાણ બાપાશ્રીનો સમાગમ કરવા અચૂક જતા, અને જે વર્ષે ન જવાય તો બીજે વર્ષ બે માસ માટે સમાગમ કરવા જતા. જીવનપ્રાણ બાપાશ્રી પ્રોઢ પ્રતાપી હતા, જેમને સાચો ભાવ જાગે છે તેમણે કદાચ ભગવાનને તેમના સત્પુરુષના દર્શન ન કર્યા હોય તો પણ ભગવાને કંઈનું કોઈ નિમિત્ત કરી તેને દર્શન દઈ ઓળખાણ કરાવી ધામમાં તેડી જાય છે, તેના માટે કપડવંજના ચુનીલાલ મોઢ વણિક ચુનીલાલને જીવનપ્રાણ બાપાશ્રી તથા સદગુરુ બાપા દિવ્ય તેજપુંજમાં દર્શન આપી અક્ષરધામમાં તેડી ગયા.રામપુરા શ્રી આશરે 10થી 15 કિ.મી. અંતરે આવેલ રોહા ગામ, તે રોહા ગામમના રાજા વીભાઈ જાડેજાના દીવાન- કારભારી કુંવરજીભાઈ હતા, તે મહાવેદાંતી, પ્રકાંડ પંડિત અને સત્સંગ દ્વેશી હતા, પરંતુ સાચા સંત સદગુરુ ઈશ્વરબાપાના સમાગમથી અને જીવનપ્રાણ બાપાશ્રીની ઓળખાણ થઈ અને સત્સંગી થયા.

આ ઐતિહાસિક મહાન પર્વના પાવનકારી દિવસે સંવત ૨૦૭૭, કાર્તિક શુક્લ – ૧૧ ,તા.૨૬-૧૧-૨૦૧૯ ને ગુરુવારના શુભ દિને શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના બ્રહ્મમહોલમાં સાંજના ૮:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી પ્રાગટ્યનું  મહિમાગાન પૂજનીય સંતીએ સંગીતના મંગલ સૂરો રેલાવી કર્યું હતું. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતોએ પૂજન અર્ચન કરી નીરાજન – આરતી ઉતારી અને હરિભક્તોએ પણ ઓનલાઇન આરતી ઉતારવાનો અણમોલો લહાવો લીધો હતો. આ અવસરે જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ વગેરેનો દિવ્યાનંદ માણ્યો હતો.

(11:17 am IST)