Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડાપ્રધાન મોદીનું અમદાવાદમાં આગમન :હેલીપેડથી ઝાયડસ સુધી સમગ્ર માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાયો

એરપોર્ટથી ચાંગોદર સુધીનો માર્ગ લોકોની અવરજવર માટે બંધ

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઝાયડ્સની મુલાકાતને લઈને તૈયારીઓ જોરશોરમાં હતી. ત્યારે પોલીસનો પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રુટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. પીએમ મોદીનું હેલિકોપ્ટર જ્યાં લેન્ડ થશે, ત્યાંથી ઝાયડ્સ સુધીનો માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાયો છે.મોદી એરપોર્ટથી ચાંગોદર સુધીનો માર્ગ લોકોની અવરજવર માટે બંધ કરવામાં  આવ્યો છે

(10:54 am IST)
  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST