Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

રાજપીપળા આદર્શ નિવાસી શાળાનો વિદ્યાર્થી લાપતા :પિતાએ નોંધાવી અપહરણની ફરિયાદ

રાજપીપળા આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ગૂમ થતા તેના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી છે

 નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભૂતબેડા નિશાળ ફળિયામાં રહેતા નરેશ ગંભીરભાઈ વસાવાનો પુત્ર મિતુલ વસાવા (15) રાજપીપળા આદર્શ નિવાસી શાળામાં રહી ધોરણ દસમાં અભ્યાસ કરે છે. જે દિવાળીની રજામાં પોતાના ઘરે ભૂતબેડા આવ્યો હતો ત્યારબાદ બે ત્રણ દિવસમાં શાળા ચાલુ થવાની હોય પિતા નરેશભાઈ એને ડેડીયાપાડાથી રાજપીપળાની બસમાં બેસાડી આવ્યા બાદ ઘરે ગયા હતા. પરંતુ બીજા દિવસે ખબર પડી કે મિતુલ શાળાએ પહોંચ્યો જ નથી. પરિવાજનોએ તેમના સગા સંબંધી સહિત તમામ જગ્યાએ શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પતો ન લાગતા પિતા નરેશભાઈએ ડેડીયાપાડા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે મિતુલ ના અપહરણ ની ફરિયાદ દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.

(12:04 am IST)