Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મહેસાણા: રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયના મોતથી અરેરાટી: 30ની હાલત ગંભીર

ઝેરી ઘાસ આરોગવાના કારણે ગાયોના મોત થયાનું તારણ

મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયના મોતથી અરેરાટી ફેલાઈ છે ઝેરી ઘાસ આરોગવાના કારણે ગાયોના મોત થયાનું મનાય છે .

  મળતી વિગત મુજબ મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક ગોવાળ દ્વારા 65 જેટલી ગાયોને ચરાવવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ગાયો દ્વારા પાયોનિયર મીની નામનું લીલું ઘાસ ચરવામાં આવ્યું હતું. જોકે, ગાય દ્વારા ઘાસ આરોગ્યા બાદ અચાનક ગાયોની તબીયત લથડવા માંડી અને 35 ગાયોએ સ્થળ પર જ દમ તોડી દીધો. જ્યારે અન્ય 30 જેટલી ગાયની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
  આ ઘટનાની જાણ થતા પશુ અધિકારીની ટીમ અને સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ડોક્ટરોએ તુરંત ગંભીર હાલતની ગાયની સારવાર શરૂ કરી દીધી છે.

  પ્રાથમિક માહિતી અનુસાર પાયોનિયર મીની નામનું લીલું ઘાસ આરોગ્યા બાદ ગાય ની હાલત કથળી હોવાનું તારણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ગાયને મેણો ચડી જતા મોત નીપજ્યું હોવાની વિગત અપાઈ છે. વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હત એક સાથે 35 ગાયના મોતની સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

(12:05 am IST)