Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ગાંધીનગરમાં નિવૃત સનદી અધિકારી સાથે નશાખોર યુવાને કરી મારપીટ: કારમાંથી મળ્યો ભાજપનો ખેસ !!

ગાંધીનગરના એક નિવૃત સનદી અધિકારી સાથે એક યુવકે માથાકૂટ કરીને ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે પોલીસે આ મામલે હિમાંશુ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે. હિમાંશુની ગાડીમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો છે ગાડીમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ તેમજ બીયરનું એક ખાલી ટીન પણ મળી આવ્યું છે

  . નિવૃત સનદી અધિકારીએ આ મામલે ગાંધીનગર સેક્ટર-21ના પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપી હિમાશું પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી દારૂના નશામાં હતો કે નહીં તે જાણવા માટે તેના લોહીના નમૂના લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં આરોપીની કારમાં બીયરનું ટીન જોવા મળી રહ્યું છે. રાજ્યના પાટનગરમાં જ દારૂબંધીનાં લીરા ઉડતા હોય તેવો વીડિયો અને બનાવ સામે આવ્યા બાદ લોકોમાં રોષ વ્યાપી ગયો છે

 

 

(10:38 pm IST)