Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

સુરત: દુબઈમાં હીરાનો સંચાલક ગાયબ:વેપારીઓના 35 કરોડ ફસાયા

સુરત:દિવાળી પછી હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર વિદેશથી પણ આવી રહ્યા છે. મુંબઈમાં ઉઘડતા બજારે રૂપિયા દસ કરોડના ઉઠમણાંની ઘટના બાદ દુબઈમાં એક જ્વેલરી શો-રૂમ સંચાલક ફરાર થતાં રૂપિયા ૩૫ કરોડની રકમ સલવાઈ હોવાનું માનવામાં આવે છે. માલ ધીરનાર જ્વેલરી મેન્યુફેક્ચરર્સ આ શોરૂમ સંચાલકને છેલ્લા ચાર-પાંચ દિવસથી શોધી રહ્યા છે.

હીરાઉદ્યોગ હજુ વ્યવસ્થિત રીતે શરૂ નથી થયો ત્યાં ઉઠમણાના કિસ્સાને કારણે વાતાવરણ અત્યારે ડહોળાઈ રહ્યું છે. દુબઈમાં એક પેઢી કાચી પડી હોવાની ચર્ચા આજે બપોર પછી મુંબઇ અને સુરત હીરાબજારમાં ચાલી હતી. સ્થાનિક લેવલે હજુ બજાર શરૂ થયું નથી. પરિણામે શાંતિ છે, પણ મુંબઈ અને વિદેશમાંથી પણ હવે ઉઠમણાની વિગતો બહાર આવવામાં તા ઉદ્યોગકારોમાં એક ડર પેસી ગયો છે.

પેઢી કાચી પડવાના એક લેટેસ્ટ કિસ્સામાં દુબઈમાં જ્વેલરીનું કામકાજ કરતો યુવાન એકાએક જ અદ્રશ્ય થઈ જતા ખૂબ જોરશોરથી ચર્ચાઓ ઉઠી છે કે યુવાને ધંધો સમેટી લીધો છે. યુવાન ભાગીને ક્યાં ગયો હશે તેની ચર્ચાઓ અત્યારે જ ચાલી રહી છે. પણ માલ ધીરનારાઓની ઊંઘ અત્યારે તો આરામ થઈ ગઈ છે.

(5:40 pm IST)