Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

કેવડીયા પો.સ્ટે.ના પોસ્કોના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકકરતી રાજપીપળા કોર્ટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનના બળાત્કાર, પોસ્કો ના ગુના ના આરોપી ને આજરોજ રાજપીપળા સેસન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારતા ભોગ બનનાર ને ન્યાય મળ્યો હતો.
મળતી માહિતી મુજબ વિક્રમભાઈ મનુભાઈ વાઘરી (ઉ.વ .20) ( મૂળ રહે . બહાદુરપુર, તા .સંખેડા )એ ફરિયાદી ની દીકરી ભોગબનનાર સગીરવયની હોવાનું જાણવા છતાં ભોગબનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કર્યા બાબતે કેવડિયા પોલીસમાં ફરિયાદી નોંધાઈ હતી જેમાં તપાસ કરનાર અમલદાર ડી બી શુક્લ એ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ રજૂ કરતા નામદાર એડી સેસન્સ જ્જ એન એસ સિદ્દીકી ની કોર્ટમાં પોસ્કો કેસન.4/2019થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલ ને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટ ની કલમ મુજબ આરોપીને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000  દંડ ફટકાર્યો હતો.

(10:32 pm IST)