Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

રાજપીપળા ગાર્ડન ગલીમાં રૂપિયા 2.41 લાખના મુદામાલ સાથે પકડાયેલા જુગારમાં 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ગાર્ડન ગલીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ,ગાંધીનગરની ટીમે બુધવારે પકડેલા જુગારધામ પર પકડાયેલા 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગર ની ટીમને મળેલી બાતમીના આધારે તારીખ 27.10.21 ના રોજ રાજપીપળા ગાર્ડન ગલીમાં ચાલતા જુગારધામ પર રેડ કરતા ત્યાં જુગાર રમતા શખ્સોમાં આશીક ઈકબાલ સિકંદરભાઈ મનસુરી,રહે. કસ્બાવાડ રોડ, ટીંબા ખડકી, રાજપીપલા (૨) ગૌરાંગભાઈ જસુભાઈ પરમાર, રહે. રોહિતવાસ, માતાજીના મંદિર પાસે, રાજપીપલા (૩) નઈમ ફકરૂદ્દીન શેખ,રહે. બાવાગોળ ટેકરી,રાજપીપલા (૪) સિકંદરભાઈ ઉસ્માનભાઈ શેખ, રહે. ટીંબા ખડકી, રાજપીપલા (૫) યાસીન હનીફ દિવાન,રહે. સિંધીવાડ, રબારી ફળીયું, રાજપીપલા (૬) ફારૂકભાઈ બાબુભાઈ મનસુરી,રહે. બાવાગોળ ટેકરી,રાજપીપલા (૭) સકીલ ભાઈ બાબુભાઈ કુરેશી,રહે. નવા ફળીયા, ખાટકી વાડ, રાજપીપલા (૮) સજનસિંહ ઉર્ફે સાજન ઉદેસિંહ ગોહિલ રહે.લીલવાડ રોડ, રાજપીપલા (૯) સઈદખા મહંમદખા રાઠોડ,રહે.જુના માડવા, તા.ડભોઈ, જિ.વડોદરા (૧૦) જીતેન્દ્રભાઈ પ્રવિણચંન્દ્ર ભગતવાડા, રહે. વડ ફળીયું, કસ્બા વાડ, રાજપીપલા (૧૧) તુલશીભાઈ ચીમનભાઈ વસાવા,રહે. તોરણા, તા.રાજપીપલા, જિ.નર્મદા (૧૨) ચીમનભાઈ બચુભાઈ તડવી, રહે.ખડગડા, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા (૧૩) બાબુભાઈ બેચરભાઈ પરમાર, રહે. દેવઆશીષ સોસાયટી,કલેકટર કચેરી પાસે, રાજપીપલા (૧૪) શનુભાઈ બ્રીજલભાઈ વસાવા,રહે. હજરપરા, તા.રાજપીપલા, જિ.નર્મદા અને (૧૫) બચુભાઈ રમણ ભાઈ વસાવા,રહે. ગામ કુવરપરા,તા.નાંદોદ નાઓની પાસેથી અંગઝડતીના રોકડ નાણાં રૂ.૩૭,૬૫૦ -તથા મોબાઈલ ફોન નંગ- ૨૪ કિ.રૂ.૩૯,૦૦૦  તથા વાહન નંગ-૭ કિ.રૂ. ૧,૬૫,૦૦૦ તથા કેક્યુલેટર-૫ જેની કિ.રૂ.૨૫૦/-મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૪૧,૯૦૦ નો પોતાના આર્થીક ફાયદા સારૂ ગેરકાયદેસર વરલી મટકાના આંકનો જુગાર રમી રમાડી પકડાઈ જઈ ગુનો કરતા આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી રાજપીપળા પો.સ્ટે.માં સોંપવામાં આવ્યા છે તપાસ પીએસઆઇ આર.એ.જાદવ મહીલા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.

(10:30 pm IST)