Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વડોદરા:માનસિક અસ્વસ્થ પત્ની સાથે પિતાના આડ સંબંધથી કંટાળી પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું

વડોદરા:શહેરમાં માનસિક અસ્વસ્થ પત્ની સાથે ૮૫ વર્ષના પિતાના આડા સંબંધથી કંટાળી પુત્રએ વયોવૃધ્ધ પિતાની લોખંડનો સળિયો મારી હત્યા કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાનાં જૂની સુરેલી ગામે રહેતાં ૮૫ વર્ષના રયજીભાઈની પત્નીનું ૧૦ વર્ષ પહેલા મૃત્યુ થતાં રયજીભાઇ મોટા પુત્ર રાયસિંગ સાથે રહેતા હતા. ગઇકાલે રાત્રે રયજીભાઇ તેમની માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે ખરાબ કામ કરતા હતા તે પુત્ર રયજી જોઇ જતા તેનાથી સહન થયું હતું અને ઉશ્કેરાઇને રયજીએ પિતાને લોખંડનો સળિયો માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા  હતાં.

બનાવની જાણ શહેરા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે આવીને વૃધ્ધના મૃતદેહને સરકારી હોસ્પિટલ મોકલી હત્યારા પુત્ર રયજીને ઝડપી પાડયો હતો. બનાવ અંગે મૃતકના નાના પુત્રની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:55 pm IST)