Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 13 વર્ષીય પુત્રી સાથે માતાના મિત્રએ શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના  પૂર્વ વિસ્તારમાં પતિથી અલગ રહેતી શિક્ષિકાની ૧૩ વર્ષની પુત્રી સાથે શારીરિક અડપલા કરનાર શિક્ષિકાના હોટલ માલિક ફ્રેન્ડ, ફ્રેન્ડના ભાઇ અને પિતા સામે પોસ્કો હેઠળ ફરિયાદ થતાં  પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

શિક્ષિકાએ પાણીગેટ પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારી ૧૩ વર્ષની પુત્રી એકલા રહીએ છીએ. મારા પતિ સાથે છૂટાછેડા થયા બાદ મારા ફેસબુક એકાઉન્ટથી અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડ સાથે સંપર્ક થતા અમારા બંને વચ્ચે પ્રેમ પાંગરતા અર્જુનસિંહ સાથે વર્ષ-૨૦૧૮થી રહેતા હતાં. અર્જુનસિંહે તેની પત્ની સાથે ઘરેલુ હિંસાનો કેસ ચાલતો હોવાથી તેને છૂટાછેડા આપ્યા બાદ મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેની પત્ની સાથે સમાધાન થઇ જતા તે જતો રહ્યો હતો.

તા.૨૦ના રોજ મારી પુત્રીએ મને રડતાં રડતાં વાત કરી હતી કે પપ્પા આપણને છોડીને જતા રહ્યા તેના એક વર્ષ પહેલા તું ઘેર હતી ત્યારે અર્જુન પપ્પાએ ચારથી પાંચ વખત મારી સાથે શારીરિક છેડછાડ કરી હતી. તું સવારે શાળામાં જાય ત્યારે અર્જુન બાથરૃમમાં નહાવા માટે મને સાથે લઇ જઇ તેના પ્રાઇવેટ પાર્ટ પર હાથ લગાવતો હતો અને જો તેમ ના કરું તો તારુ અને તારી મમ્મીનું ગળું દબાવી દેવાની ધમકી આપતો હતો.

(5:54 pm IST)