Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

સુરતના ત્રણ વેપારીઓના 29.15 લાખના કાપડના પાર્સલ ભરેલ ટ્ર્ક બિનવારસી હાલતમાં મૂકી ડ્રાઈવર ફરાર

સુરત, : સુરતના ત્રણ વેપારીએ .આફ્રિકા એક્ષ્પોર્ટ માટે સોંપેલા રૂ.29.15 લાખના કાપડના 167 પાર્સલ પુણાના ટ્રાન્સપોર્ટરે મુંબઈના પરિચિત ટ્રાન્સપોર્ટરની ટ્રક ખાલી જતી હતી તેમાં નવી મુંબઈ નાવાશેવા પોર્ટ પર મોકલ્યા હતા. જોકે, માત્ર 10 દિવસ અગાઉ નોકરીએ જોડાયેલો ટ્રક ચાલક માલ સગેવગે કરી પનવેલ પાસે ટ્રક મૂકી ફરાર થઈ જતા પુણા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા ગામ ભૈયાનગર શિવ કોમ્પ્લેક્ષ ઘર નં.203 માં રહેતા 48 વર્ષીય તીર્થરાજ સિપાહીલાલ યાદવ મા શક્તિ રોડલાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. સુરતના ત્રણ વેપારીએ .આફ્રિકા એક્ષ્પોર્ટ માટે બુરખા વિગેરેના રૂ.29,15,480 ની કિંમતના 167 નંગ પાર્સલ તેમને નવી મુંબઈ નાવા શેવા સ્થિત જવાહરલાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટ ખાતેથી એક્ષ્પોર્ટ કરવા માટે સોંપ્યા હતા. મુંબઈમાં ઓમ સાઈ એન્ટરપ્રાઈઝના નામે ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા શરદ દિનકર ગૌંડની ટ્રક ( નં.એમએચ-46-એએફ-0458 ) સુરતથી પરત ખાલી મુંબઈ જતી હોય તેમણે 167 પાર્સલ ગત 15 મી ના રોજ સુરત કડોદરા લેન્ડમાર્ક એમ્પાયરની બાજુમાં આવેલા શિવ પાર્કિંગમાં ભરાવીને મોકલ્યા હતા. જોકે, નિર્ધારીત સમયે ત્યાં પાર્સલ નહીં પહોંચતા તીર્થરાજ યાદવે તપાસ કરી તો ટ્રક મુંબઈના પનવેલ ખાતે જે.એન.પી.ટી. રોડ પર બિનવારસી ખાલી મળી હતી.

 

(5:53 pm IST)