Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વડોદરાની અંકોડીયા કેનાલમાં તણાઈ ગયેલ માતા-પુત્રીને શોધવા પરિવારની ભારે જહેમત:બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી:માતાની શોધખોળ શરૂ

વડોદરા: શહેરની અંકોડિયા કેનાલમાં તણાઈ ગયેલી માતા, પુત્રીને શોધવા માટે તેમના  સગાસંબંધીઓ આખી રાત કેનાલ પર બેસી રહ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે પાંચ વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ પાણીની ઉપર આવતાં પરિવારજનોએ જાતે કેનાલમાં ઉતરીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે બાળકીની માતાનો હજીસુધી કોઈ પત્તો લાગ્યો નથી.

લક્ષ્મીપુરા રોડ પર આવેલા નિવૃત્ત ડી.વાય.એસ.પી. ડી.જેઅસવારના ફાર્મ હાઉસમાં રહેતા નરેશભાઈ વાગલના પત્ની શિલ્પાબેન પાંચ વર્ષની પુત્રીને લઈને અંકોડિયા  ગામની કેનાલમાં કપડા ધોવા માટે ગયા હતા. પાંચ વર્ષની બાળકી  રમતા રમતા કેનાલના પાણીમાં પડી જતાં તેને બચાવવા માટે શિલ્પાબેન પણ પાણીમાં કૂદી પડયા હતા. પરંતુ પાણીનું વહેણ વધુ હોય માતા-પુત્રી તણાઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે  ગઈકાલે આખો દિવસ માતા-પુત્રીની શોધખોળ કરી હતી. પરંતુ કોઈની ભાળ મળી હતીસાંજ પછી ફાયરબ્રિગેડની ટીમે કામગીરી બંધ  કરી દીધી હતી.

(5:01 pm IST)