Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સામાન્‍ય સભામાં બઘડાટીઃ સમય અવધી પહેલા જ બોર્ડ બરખાસ્‍ત કરતા કોંગ્રેસનો હોબાળોઃ મેયર વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર

અમદાવાદ : શહેરમાં યોજાયેલી AMCની સામાન્ય સભામાં કાઉન્સીલર અને મેયર વચ્ચે બોલાચાલી થઇ છે. AMCની સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો. કોંંગ્રેસે સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું છે. સભામાં મેયર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાંસમય પહેલાં બોર્ડ બરખાસ્ત કરાતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા શહેરના ટાગોર હોલ ખાતે યોજવાની મેયર બિજલ પટેલે જાહેરાત કરી હતી. અગાઉ બેઠક સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં વીડિયો કોન્ફરન્સથી ઓનલાઇન યોજવાનું નક્કી કર્યું હતું.

મહત્વનું છે કે, અંગે હોબાળો થતાં મેયરે 22 ઓક્ટોબરના રોજ જાહેરાત કરીને વિવાદનો અંત આણ્યો હતોઅગાઉની સામાન્ય સભા પણ કોંગ્રેસના હોબાળા બાદ ટાગોર હોલ ખાતે યોજાવામાં આવી હતી.

અનલોક બાદ પણ ઓનલાઇન બોર્ડની મીટિંગ યોજાતી

કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે અનેક સામાન્ય સભા યોજાઇ હતી. અનલોક બાદ પણ ઓનલાઇન બોર્ડની મીટિંગ યોજાતી હતી. પરંતુ તેમાં અસરકારક રજૂઆત કરી શકાતી નથી. જેથી કોંગ્રેસે એક બોર્ડનો બહિષ્કાર કરીને મ્યુનિ. પ્રાંગણમાં સમાંતર બોર્ડની બેઠક યોજી હતી.

(4:43 pm IST)