Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નિતીનભાઇ પટેલ ઉપર ચપ્પલ ફેંકનાર ભાજપનો જ સભ્ય હોવાનું ખુલ્યુ

વડોદરા,તા. ૨૮: રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પર સોમવારે કોઇકે ચપ્પલ ફેંકયું હતું. ત્યારે આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી જતા વડોદરા પોલીસે રશ્મિન નામના જે યુવકની ધરપકડ કરી હતી તે શખ્સ ભાજપનો જ સભ્ય હોવાનું સામે આવ્યું છે. ૨૦૧૦માં તે શિનોર તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન હતો. તેની પત્ની પણ ૨૦૧૧થી ૨૦૧૩ સુધી શિનોરની સરપંચ હતી.

(3:44 pm IST)