Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સી-પ્લેનનું શિડયુલ જાહેર : દરરોજની ૪ ફલાઇટ

અમદાવાદ, તા. ર૮: ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧ ઓકટોબરે સી-પ્લેનનું ઉધ્ધાટન કરશે. જેને રાજયમાં સી પ્લેનનું આગમન થઇ ગયું છે. ત્યારે હવે સી-પ્લેનનું દરરોજનું શિડયૂલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી કેવડિયાની દરરોજ ૪ ટ્રીપ કરવામાં આવશે.

અમદાવાદથી કેવડિયા ચલાવામાં આવનાર સી-પ્લેનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી અને કેવિડયાથી સી-પ્લેન દરરોજ ૪ ટ્રીપ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૩૧ ઓકટબરના રોજ અમદાવાદ રિવરફ્રંટથી કેવડિયા ખાતે સી પ્લેનમાં બેસીને જશે.

અમદાવાદથી કેવડિયાના દરરોજ ૪ ટ્રીપ કરવામાં આવશે. સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી સી-પ્લેન ઉડશે. અમદાવાદથી સવારે ૮ કલાકે પ્રથમ ટ્રીપ શરૂ થશે. અમદાવાદથી સવારે ૧૦.૧૫, બપોરે ૧૨.૪૫ કલાકે સી પ્લેન ઉડાન ભરશે. અમદાવાદથી છેલ્લી ફલાઇટ સાંજે ૩.૦૫ કલાકે કેવડિયા જશે.

કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે ૯.૧૫ કલાકે જશે. સવારે ૧૧.૩૦ કલાકે બીજી ટ્રીપ, બપોરે ૧.૫૦ કલાકે ત્રીજી ટ્રીપ અને કેવડિયાથી છેલ્લી ટ્રીપ સાંજે ૪.૨૦ કલાકે જશે.

(3:11 pm IST)