Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભરૂચ એલસીબીએ મુલ્ડ ચોકડી પાસેથી 25 લાખ કર્યા જપ્ત : કોંગ્રેસી ઉમેદવાર કિરીટસિંહને પહોંચડવાના હોવાનો દાવો

ટોલબુથ નજીક વાહન ચેકીંગ દરમિયાન બે શખ્શો પાસેથી રોકડ ઝડપાઇ: રકમ જયંતીભાઈ સોહાગિયાએ મોકલી હતી

 

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભરુચ પોલીસે બેનામી 25 લાખ પ્ત કર્યા. આ નાણા કરજણના કોંગ્રેસી ઉમેદવાર કિરીટ સિંહને પહોંચાડવાના હોવાનો પોલીસે દાવો કર્યો છે. Byelection gujarat news

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે. તેના પર હવે ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે કરજણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના ગેરકાયદેસર નાણાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. મળતી માહિતી મુજબ ભરૂચના ટોલબૂથ નજીક મુલ્ડ ચોકડી પરથી 2 શખ્શોને વાહન ચેકીંગ દરમ્યાન રોકડ રકમ સાથે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 25 લાખની રોકડ રકમ જયંતીભાઈ સોહાગિયાએ મોકલ્યા હતા.

 

(12:32 am IST)